RKant
A solo, offbeat and responsible blog run by Rkant, voted among the best bloggers in world.

વડોદરા: ઘરજમાઈ રહેલા પતિએ પત્ની અને પુત્રી ની હત્યા કરી, આઈસક્રીમમાં ઝેર ભેળવ્યું અને પછી…

વડોદરા: ચંદનપાર્ક સોસાયટીમાં માતા અને પુત્રીના રહસ્યમય મોતથી પરિવાર હજુ દુઃખમાં છે ત્યારે શોભનાબેનના પિતા ચંદ્રકાંતભાઈ બારીયાએ કહ્યું કે મેં તેજસને દીકરાની જેમ માન્યો પણ તેણે આવું શું કરવા કર્યું તે સમજમાં નથી આવતું. પોલીસ તપાસ પર અમને વિશ્વાસ છે.હું શોભનાને બે દિવસ પહેલા મળ્યો હતો ત્યારે તેને કોઈ તકલીફ જણાતી ન હતી.

તેજસ અને શોભના અગાઉ જુદા રહેતા હતા.જો કે તેજસનો પગાર ઓછો હતો તેથી તેને ત્રીજા માળે રહેવા જણાવ્યું હતું. તે ઘરજમાઈ હતો કેમ કે ભાડું વગેરે બચાવી શકાય તો દીકરીને પણ સારું રહે. શોભનાબેન ની માતાએ કહ્યું કે સવારે મારી દીકરી સાથે વાત થઇ હતી એ જ છેલ્લી વાર વાત થઇ હતી.

શોભના અને દીકરી કાવ્યા રવિવારે રાત્રે ગરબા રમીને ઘરે ગયા ત્યારે તેજસ પટેલ આઈસ્ક્રીમ ખરીદીને લાવ્યો હતો અને આઈસ્ક્રીમમાં ઝેર પણ ભેળવી દીધું હતું. તેણે પત્ની અને પુત્રી બંને ને એ આઈસક્રીમ આપ્યો હતો અને રાત્રે એક વાગ્યે જ શોભનાબેન ને અસર થઇ અને તેમની તબિયત બગડી હતી.બાદમાં તેજસે પત્ની અને પુત્રી બંને નું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી.

તેજસ ની હાલ પોલીસ પૂછપરછ કરી રહી છે. પોલીસ તેના ફોન ની પણ તપાસ કરી રહી છે જેમાં કોલ ડીટેઇલ થી અનેક ખુલાસા થઇ શકે તેમ છે.શોભના ના ભાઈ ના કહેવા મુજબ તેને કઈ પણ જરૂર હોય તો તે તેને કહેતી હતી અને હમણાં તો કોઈ એવી વાત પણ થઇ ન હતી.

You may also like...

Leave a Reply

%d bloggers like this: