RKant
A solo, offbeat and responsible blog run by Rkant, voted among the best bloggers in world.

અશ્લીલ ફિલ્મ કેસમાં પકડાયેલા રાજ કુન્દ્રા નું વધુ એક રાજ ખુલ્યું, જાણો

અશ્લીલતાના કેસમાં સતત નવા ખુલાસા કરવામાં આવી રહ્યા છે. હવે મુંબઈ ક્રાઈમ બ્રાંચને રાજ કુંદ્રાની છુપાયેલી અલમારી મળી છે. શનિવારે મુંબઇ ક્રાઈમ બ્રાંચે રાજ કુંદ્રાની વાયાન ઇન્ડસ્ટ્રીઝ અને જેએલ સ્ટ્રીમ ની અંધેરી ઓફિસ પર દરોડો પાડ્યો હતો, જ્યાં એક છુપાયેલ આલમારી મળી આવી હતી. ક્રાઈમ બ્રાંચને આલમારીમાંથી ઘણાં બધાં બોક્સ અને ફાઇલો મળી છે. ક્રાઈમ બ્રાંચના સૂત્રો કહે છે કે આ ફાઇલોમાં ક્રિપ્ટોકરન્સીથી સંબંધિત ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે.

આ પહેલા જુલાઈ 19 ના રોજ ક્રાઈમ બ્રાંચે રાજ કુંદ્રાની આ જ ઓફિસમાં દરોડા પાડ્યા હતા, પરંતુ ત્યારે આ અલમારી દેખાઈ ન હતી.પરંતુ શનિવારે રાજ કુન્દ્ર સાથે સંકળાયેલા કેટલાક લોકોની પૂછપરછ કર્યા બાદ તે પ્રકાશમાં આવ્યું છે. જે બાદ આ ઓફિસ પર બીજી વખત દરોડા પાડવામાં આવ્યા હતા.

બીજી બાજુ મુંબઈ ક્રાઈમ બ્રાંચ મરક્યુરી ઇન્ટરનેશનલ કંપનીની તપાસમાં લાગેલી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજ કુંદ્રાના ખાતામાં મરક્યુરી ઇન્ટરનેશનલમાંથી પૈસા આવ્યા હતા. આ નાણાં કંપનીના આફ્રિકન બેંક ખાતામાંથી ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. મરક્યુરી ઇન્ટરનેશનલ ઓનલાઇન જુગાર નું કામ કરે છે. પોલીસને શંકા છે કે અશ્લીલ ફિલ્મના પૈસા જુગાર માટે વપરાયા હતા.

આ પહેલા શુક્રવારે ક્રાઇમ બ્રાંચની ટીમે રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટીના બંગલો પર પણ દરોડા પાડ્યા હતા. આ સાથે ક્રાઈમ બ્રાંચે શિલ્પા શેટ્ટીનું નિવેદન પણ નોંધ્યું છે. આ પૂછપરછ દરમિયાન શિલ્પાએ અનેક વખત આંસુઓ વહાવી દીધા હતા. ક્રાઈમ બ્રાંચના વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર શિલ્પા શેટ્ટીએ આખા નિવેદન દરમિયાન 3 થી 4 વખત રડવાનું શરૂ કર્યું હતું.

You may also like...

Leave a Reply

%d bloggers like this: