RKant
A solo, offbeat and responsible blog run by Rkant, voted among the best bloggers in world.

બાળપણ ના પ્રેમી સાથે લગ્ન કરવા યુવતી ઘરેથી 4 વાર ભાગી ગઈ અને આખરે….

બિહારના રોહતાસ જિલ્લાના દેહરી સ્થિત મહિલા પોલીસ સ્ટેશન ને લગ્ન મંડપમાં ફેરવી દેવાયું હતું. મહિલા પોલીસ સ્ટેશનની દેખરેખ હેઠળ એક પ્રેમી યુગલે લગ્ન કર્યાં હતાં. આ દરમિયાન પ્રેમીએ તેની બાળપણની ગર્લફ્રેન્ડની માંગમાં સિંદૂર ભરી દીધું હતું અને સાત ફેરા સાથે લગ્ન સમાપ્ત કર્યા હતા.

મહિલા પોલીસ સ્ટેશનના વડા માધુરી કુમારીએ જણાવ્યું કે ટંડવા ગામનો પ્રેમી અભયકાંત અને પ્રેમિકા પ્રિયંકા વચ્ચે ઘણાં વર્ષોથી પ્રેમસંબંધ હતો, પરંતુ છોકરા અને છોકરીનો પરિવાર લગ્ન માટે હા પડતો ન હતો. ત્યારબાદ યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પછી અમે છોકરાને પોલીસ સ્ટેશન બોલાવ્યો, જ્યાં છોકરો લગ્ન કરવા તૈયાર હતો. બંનેની સંમતિ બાદ તરત જ પોલીસ સ્ટેશન પરિસરમાં જ લગ્ન કરવાનું નક્કી કરાયું હતું. આ પછી બંનેએ હિંદુ રીતરિવાજો અનુસાર લગ્ન કર્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રેમી અને પ્રેમિકાના સંબંધીઓ આ લગ્ન માટે તૈયાર નહોતા.

પ્રેમિકા પણ લગ્ન માટે 4 વાર તેના ઘરેથી ભાગી ગઈ હતી. પરંતુ લગ્ન સમયે બંને પક્ષના સબંધીઓ પોલીસ સ્ટેશનમાં હાજર હતા. માધુરી કુમારીએ જણાવ્યું કે પોલીસે લગ્ન કરવાનું નક્કી કરતાંની સાથે જ પોલીસે તૈયારી કરી અને પંડિતજી ને બોલાવીને લગ્ન કરાવ્યા હતા.

You may also like...

Leave a Reply

%d bloggers like this: