RKant
A solo, offbeat and responsible blog run by Rkant, voted among the best bloggers in world.

પાંચ વર્ષીય બાળકને પેટમાં દુખાવો થતાં ડોક્ટરે ઓપરેશન કર્યું, પેટમાંથી એવી વસ્તુ બહાર આવી કે ડોક્ટરો પણ હેરાન થઈ ગયા,

બાળકોને ઘણીવાર શરીરમાં દુખાવો થતો હોય છે,જેને સામાન્ય સમજ દ્વારા અવગણવામાં આવે છે કે તે નીચે પડવાને કારણે થયું હશે.પરંતુ હરિયાણાના પંચકુલામાં એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો,જ્યાં 5-વર્ષની બાળકીને પેટમાં દુખાવો હતો અને જ્યારે તેને ડોક્ટરને બતાવવામાં આવ્યું ત્યારે ડોક્ટરે ઑપરેશન કરવાની સલાહ આપી,જેમાં પેટમાંથી એવી વસ્તુ મળી આવી કે ડોકટરો પણ હેરાન થઈ ગયા.

સિવિલ હોસ્પિટલમાં તૈનાત ડોકટરોની ટીમે 5 વર્ષની બાળકીના પેટમાંથી 1.5 કિલો વાળ દૂર કર્યા છે.મળતી માહિતી મુજબ બાળકી ઘણા દિવસોથી પેટમાં દુખાવાની ફરિયાદ કરતી હતી.અસહ્ય પીડાને કારણે પરિવારના સભ્યો બાળકીને પંચકુલા સેક્ટર-6 સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા.જ્યાં ડોકટરોની ટીમે બાળકીના તમામ ટેસ્ટ કરાવ્યા હતા.

આ દરમિયાન તે સામે આવ્યું કે બાળકીના પેટમાં વાળનું એક ઝૂમખું એકઠું થઈ ગયું છે,જેના કારણે તેના પેટમાં દુખાવો થઈ રહ્યો છે.સિનિયર સર્જન ડો.વિવેક ભાદુ અને તેમની ટીમે આ 5 વર્ષની બાળકીનું ઓપરેશન કર્યું,જે સફળ રહ્યું.બાળકીને હવે ટેસ્ટ હેઠળ રાખવામાં આવી છે. બાળકીની હાલત બરાબર હોવાનું જણાવાયું છે.

બાળકીનો પરિવાર મૌલિજાગરાંમાં રહે છે.પિતાનું અવસાન થયું છે.માતા ગુરપ્રીતે જણાવ્યું હતું કે ગુરલીન અઢી વર્ષની ઉંમરેથી વાળ ખાતી હતી.ઘણી વાર અમે તેના હાથમાં વાળ જોયા છે,પરંતુ અમને ક્યારેય લાગ્યું નથી કે તે વાળ ખાઇ લેશે.છેલ્લા 10-15 દિવસથી ગુરલીન પેટમાં દુખાવાની વાત કરી રહી હતી.જ્યારે મેં પેટ પર હાથ મૂક્યો ત્યારે મને કંઈક અજીબ લાગ્યું.આ પછી પંચકુલા હોસ્પિટલમાં ગયા.

You may also like...

Leave a Reply

%d bloggers like this: