RKant
A solo, offbeat and responsible blog run by Rkant, voted among the best bloggers in world.

અમદાવાદ: “મને ઓનલાઈન ભણવામાં રસ નથી હું કંટાળી ગયો છું” બાપુનગરમાં રહેતો જશ સાંઘાણી ચિઠ્ઠી લખીને ઘરેથી જતો રહ્યો

કોરોનાને લીધે, ઘરોમાં કેદ થયેલા બાળકો ન તો તેમના મિત્રોને મળી શકતા હોય છે કે ન તો સ્કૂલમાં મિત્રો ને મળી શકે છે. આ સિવાય ઓનલાઈન ભણતરનો ભાર પણ છે. ઘણા બાળકો ઘરે બેસીને ઓનલાઇન અભ્યાસ કરતાં ખૂબ કંટાળી ગયા છે, કેમ કે આ રીતે ભણવાની સીસ્ટમ ભારતમાં હતી નહી. અગાઉ પણ અનેક આવા કેસ સામે આવ્યા છે ત્યારે અમદાવાદના બાપુનગરમાં રહેતા એક વિધાર્થીએ ઓનલાઈન ભણતરથી કંટાળીને ઘર છોડી દીધું છે.

અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ FIR મુજબ બાપુનગર વિસ્તારમાં વિશ્વંભર ફ્લેટમાં રહેતા જશ ના પિતા પ્લાસ્ટિકની ફેક્ટરીમાં કામ કરે છે. શુક્રવારે પણ તેઓ દરરોજ ની જેમ કામે ગયા હતા અને માતા પણ તેના કામથી બહાર હતા.ઘરે 16 વર્ષનો પુત્ર જશ એકલો હતો. જશ બાપુનગરની વિદ્યાનગર સ્કૂલમાં 11 માં ધોરણમાં અભ્યાસ કરે છે.

માતા અને પિતા બપોરે એક વાગ્યે ઘરે આવ્યા ત્યારે દરવાજા પર લોક મારેલું હતું જેની એક ચાવી તેમના પાસે પણ રહેતી હતી. માતા-પિતાને લાગ્યું કે જશ ટયુશનમાં ગયો હશે. બાદમાં પિતાએ જશ ના ટેબ્લેટ ફોન પર કોલ કર્યો પણ તે બંધ આવ્યો. જશ ના રૂમમાં જઈને જોયું તો ટેબલ પર એક ચિઠ્ઠી લખેલી હતી. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, મમ્મી-પપ્પા મારા સિમ્પલ ફોનમાં એક રેકોર્ડીંગ છે તે સાંભળી લેજો.બાય ટેક કેર, તમારો પુત્ર જશ..

રેકોર્ડીંગમાં સાંભળવા મળ્યું કે જશ ને ભણવામાં રસ ન હતો. જશે કહ્યું કે હું કંટાળી ગયો છું હું પાછો નહી આવું, હું અને મિત્ર લક્કી સાથે જ છીએ. બાદમાં મિત્ર લક્કી ને પૂછતાં તેણે કહ્યું કે સવારે અગિયાર વાગ્યે હીરાવાડીમાં અમે બંને એ સાથે વડાપાવ ખાધા હતા. બાદમાં જશ ત્યાં નજીકમાં સાઈકલ મુકીને રીક્ષામાં બેસી કાલુપુર જવા રવાના થયો હતો. જશે દિલ્હી જવાની વાત પણ કરી હતી.પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ જશ ઘરેથી ૬૧૫૦૦ રૂપિયા પણ લઈને ગયો છે.તે તેની બેડ અને ટેબ્લેટ પણ સાથે લઈને ગયો છે.

You may also like...

Leave a Reply

%d bloggers like this: