RKant
A solo, offbeat and responsible blog run by Rkant, voted among the best bloggers in world.

નવલી નવરાત્રીના આઠમના નોરતે અંદાજે 2 લાખથી વધુ ભક્તોએ પાવાગઢ મા મહાકાળીના દર્શન કર્યા, પગ મૂકવાની પણ જગ્યા નહોતી,

નમસ્કાર મિત્રો,તમે જાણો જ છે કે ભારત એ ચમત્કારોનો દેશ માનવામાં આવે છે,આજે નવલી નવરાત્રીનું નવમું નોરતું છે,લોકો મા અંબેની ભક્તિમય ભક્તિ કરી રહ્યા છે.આવું જ એક મંદિર પાવાગઢ મા મહાકાળીનું મંદિર આવેલું છે,જ્યાં નવરાત્રીના આઠમા નોરતે લાખો ભક્તોની ભીડ ઉમટી હતી,જ્યાં પગ મૂકવાની પણ જગ્યા ન હતી.

નવલી નવરાત્રિ આઠમના નોરતે અંદાજે 2 લાખથી વધુ ભક્તોએ પાવાગઢવાળી મા મહાકાળીના દર્શન કર્યા હતા. ઊંચા શિખરની ટોચ પર બિરાજમાન સાક્ષાત શક્તિ સ્વરૂપ જગતજનની મા મહાકાળીના દર્શનાર્થે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને મહાકાળી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.અને દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે.

પાવાગઢ ડુંગર પર બિરાજમાન મહાકાળી મા એ 51 શક્તિપીઠોમાંથી ગુજરાતનું આ ત્રીજું શક્તિપીઠ છે.આ સ્થળ ખૂબ જ સુંદર અને કુદરતી દ્રશ્ય સ્થળ છે અહીનું વાતાવરણ ભક્તિમય છે.ભક્તો 1999 પગથિયા ચાલીને મા મહાકાળીના દર્શને જાય છે તો અમુક લોકો ઉડન ખટોલામાં બેસીને પણ દર્શને જાય છે.

You may also like...

Leave a Reply

%d bloggers like this: