RKant
A solo, offbeat and responsible blog run by Rkant, voted among the best bloggers in world.

મુંબઈમાં બિલ્ડીંગ પડી અને આખો પરિવાર ખત્મ: એક જ પરિવાર ના 9 લોકોના મોત

ચોમાસાની શરૂઆત થતાં જ મુંબઇકારોની મુશ્કેલીઓ વધવા માંડી છે. એક દિવસના વરસાદ બાદ બુધવારે મોડી રાત્રે મલાડ વેસ્ટના માલવાણી વિસ્તારમાં ચાર માળની ઇમારત ધરાશાયી થઈ હતી. તેનો કાટમાળ નજીકના મકાન પર પડ્યો હતો અને કુલ 11 લોકોનાં મોત નીપજ્યાં હતાં. મૃતકોમાં 43 વર્ષીય મોહમ્મદ રફીના પરિવારના નવ સભ્યો પણ છે. અકસ્માતમાં ઘાયલ 8 લોકોમાંથી ત્રણની હાલત ગંભીર છે. આ અકસ્માત બાદ રફી હવે આ કાટમાળમાં તેના પ્રિયજનોના નિશાનો શોધી રહ્યો છે.

રફી કહે છે કે રાત્રે 10 વાગ્યાની આસપાસ તે દૂધ લેવા નીકળ્યો હતો. જ્યારે તે થોડા સમય પછી પાછો ગયો, ત્યારે ઇમારત પડી ગઈ હતી. શરૂઆતમાં તે વિશ્વાસ કરી શક્યો નહીં, પરંતુ કોઈક રીતે હિંમત એકત્રિત કરી અને ધૂળ ની ડમરીઓ વચ્ચે કાટમાળ હટાવવાનો પ્રયાસ કર્યો. જો કે તેના પ્રયત્નો અપૂરતા હતા અને સવાર સુધીમાં તેના પરિવારના નવ સભ્યોની લાશ તેની નજર સામે હતી.

મૃત્યુ પામનાર રફીના પરિવારના 9 લોકોમાં તેમની પત્ની, ભાભી અને તેમના 6 બાળકો પણ છે. રફીનો ભત્રીજો માત્ર દોઢ વર્ષનો હતો. રફી આખી રાત આ ખૌફનાક નજારો અને પરિવારના મૃતદેહો ને જોતા રહ્યા હતા. તેમણે કહ્યું, “અમને લાગતું ન હતું કે આ ઇમારત જર્જરિત છે, નહીં તો અમે તેને પહેલેથી જ છોડી દીધી હોત.” રફી અને તેનો ભાઈ મકાનના ત્રીજા માળે ત્રણ નાના ઓરડામાં આખા પરિવાર સાથે રહેતા હતા.

આ બિલ્ડિંગમાં 3 થી 4 પરિવારો રહેતા હતા. જોકે થોડા દિવસો પહેલા બે પરિવારો અહીંથી સ્થળાંતર કરી ગયા હતા. બીએમસી સુત્રોના જણાવ્યા અનુસાર, અબ્દુલ હમીદ રોડ પર નવા કલેક્ટર કમ્પાઉન્ડમાં બનેલ આ ઇમારત બુધવારે વરસાદ પૂર્વે ‘તાઉ તે’ ચક્રવાત દરમિયાન નબળી પડી હતી.

થોડા દિવસો પહેલા બીએમસીની ટીમે સેંકડો મકાનોનું સ્ટ્રક્ચરલ ઓડિટ કર્યા બાદ 21 ઇમારતોને જોખમી જાહેર કરી હતી. જો કે, આ ઇમારત તે સૂચિમાં નહોતી. જો તેનું પણ ઓડીટ કરવામાં આવ્યું હોત તો આજે મોટો અકસ્માત ટળી શક્યો હોત.

You may also like...

Leave a Reply

%d bloggers like this: