RKant
A solo, offbeat and responsible blog run by Rkant, voted among the best bloggers in world.

મહારાષ્ટ્રમાં વરસાદથી તબાહી: ભૂસ્ખલન 49 લોકોના મોત, 45 હજુ દબાયેલા, તેમની બચવાની શક્યતા નહિવત

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના તાલયે ગામમાં શોકનો માહોલ છે.આ ગામમાં 173 મકાનો છે અને લગભગ 700 લોકોની વસ્તી છે. બે દિવસ પહેલા સુધી આ ગામના લોકો ખૂબ ખુશ હતા. કારણ એ હતું કે ગામના દરેક વ્યક્તિને કોરોના ની રસી અપાઈ ગઈ હતી. લોકો એ કોરોના સામે જાણે જીત જ મેળવી લીધી હતી પણ વરસાદે તેમનો જીવ લઇ લીધો.

ગુરુવારે સાંજે ભૂસ્ખલન બાદ અહીં શનિવાર બપોર સુધી 49 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. 45 થી વધુ લોકો હજુ પણ ગુમ છે.આમાં 9 અને 11 મહિનાની બે બાળકો પણ શામેલ છે. શનિવારે તેમની માતાની લાશ મળી આવી હતી.

ગામના 42 મકાનો પહાડ ના કાટમાળ નીચે સંપૂર્ણ રીતે દટાઈ ગયા છે. સમયની સાથે તેની નીચે દટાયેલા લોકોના બચવાની આશા પણ ઓછી થતી જાય છે. એનડીઆરએફ અને સ્થાનિક પોલીસની ટીમ ભારે વરસાદ વચ્ચે તેમને બહાર કાઢવાના પ્રયાસમાં રાત-દિવસ કામ કરી રહી છે.

ગામલોકોના રસીકરણમાં સામેલ સ્થાનિક નર્સ સુનેત્રા પાવાસે જણાવ્યું હતું કે આખા ગામને ગયા મહિને રસી આપવામાં આવી હતી. અમે આ ગામમાં બે પ્રસૂતિ કરી છે. એક નવ મહિનાનું અને એક અગિયાર મહિનાનું બાળક હજી ગુમ છે. મેં ગામના બધા નાના બાળકોને જોયા છે. આ ગામની એક નાનકડી છોકરી હતી જે મારી સાથે મળવા આવતી હતી. ગઈ કાલે મેં તેને મૃત જોઇને ખુબ દુખ થયું.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે શનિવારે બપોરે ભૂસ્ખલનથી પ્રભાવિત તાલિએ ગામની મુલાકાત લેવા પહોંચ્યા હતા. તેમની સાથે રાહત અને પુનર્વસન પ્રધાન વિજય વડેટ્ટીવાર, રાજ્યના મુખ્ય સચિવ સીતારામ કુંટે, મંત્રી અદિતિ તાત્કરે અને રાયગઢ જિલ્લા કલેક્ટર નિધિ ચૌધરી પણ હતા.

You may also like...

Leave a Reply

%d bloggers like this: