RKant
A solo, offbeat and responsible blog run by Rkant, voted among the best bloggers in world.

લાલુ યાદવના મોટા દીકરાને તમે ક્યારેય આવી રીતે નહિ જોયો હોય, પીળી ધોતી અને સાથે હાથમાં માળા..

લાલુ પ્રસાદ યાદવનો મોટો દીકરો તેજ પ્રતાપ યાદવ એ અવારનવાર કોઈને કોઈ વાતને કારણે ચર્ચામાં રહેતા હોય છે. તે ઘણીવાર પોતાને ભગવાન કૃષ્ણ તો ઘણીવાર ભગવાન શિવના બહુ મોટા ભક્ત જણાવે છે. એટલું ઓછું હોય તેમ ઘણીવાર તેઓ આ ભગવાનના રૂપ પણ ધારણ કરતા હોય છે. હવે ફરીથી એકવાર તેમનો એક વિડિઓ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.

જેમાં તેઓ એક ભક્ત બનેલ દેખાઈ રહ્યા છે. આ વિડિઓમાં તેમણે પીળા રંગની ધોતી અને સફેદ ઝભ્ભો પહેરેલો છે. આ સાથે તેમના હાથમાં એક માળા પણ દેખાય છે જેનાથી તેઓ જાપ પણ કરતા દેખાઈ રહ્યા છે.આ વિડીયો તેજ પ્રતાપ યાદવે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. જેમાં તે પીળા ધોતી અને સફેદ કુર્તા ઉપર નેવી બ્લુ જેકેટ પહેરેલો જોવા મળે છે. તેના હાથમાં માળા છે અને બેકગ્રાઉન્ડમાં રાધા-કૃષ્ણના સ્તોત્રો વગાડી રહ્યા છે.

આ વિડીઓમાં તેજ પ્રતાપ એક મંદિરના પરિસરમાં દેખાઈ રહ્યા છે અને તેઓ સંપૂર્ણ ભક્તના વેશમાં દેખાઈ રહ્યા છે. આ વિડિઓ સોશિયલ મીડિયામાં ખુબ વાઇરલ થઇ રહી છે. તેજ પ્રતાપ અવારનવાર પોતાના ભક્તિનો અંદાજ દેખાડતા જોવા મળી રહ્યા હતા. થોડા અઠવાડિયા પહેલા જ તેઓ શિવભક્તિમાં ડૂબેલા દેખાયા હતા તેમણે પોતાનો એક વિડિઓ પણ ઇન્સ્ટાગ્રામ પર મુક્યો હતો તેમાં તેઓ જણાવે છે કે ભગવાન શિવની પૂજા શાંતિ અને એકાગ્રતા માંગે છે. આની પહેલા તેઓ કૃશ કનૈયા બનીને વાંસળી વગાડતા પણ દેખાયા હતા.

જોકે તેઓ રાજકારણમાં અને બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પણ ખૂબ સક્રિય છે, તેમણે પોતાની પાર્ટી માટે જોરશોરથી પ્રચાર કર્યો. એટલું જ નહીં, તેમણે સરન જિલ્લાના સોનપુરના પૂરગ્રસ્ત વિસ્તારોમાં હોડી દ્વારા રાશનનું વિતરણ કર્યું હતું. આ સમય દરમિયાન તેમણે જાતે જ હોડી ચલાવી હતી.

તમને જણાવી દઈએ કે થોડા વર્ષો પહેલા તેમના લગ્ન પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકા રાયની પુત્રી એશ્વર્યા રાય સાથે થયા હતા. લગ્ન પછી તરત જ, તેની એક તસવીર ખૂબ વાયરલ થઈ હતી જેમાં તે પત્ની એશ્વર્યા સાથે સાઈકલ પર ફરતો હતો. જોકે, થોડા સમય બાદ તે તેની પત્નીથી અલગ થઈ ગયો. પત્નીથી અલગ થયા બાદ તે ભક્તિમાં લીન થઈ ગયો છે. તે જ સમયે, તેજ પ્રતાપ યાદવે પત્ની સામે છૂટાછેડાનો કેસ દાખલ કર્યો છે. કોર્ટમાં તેની પત્નીએ તેની સામે ખૂબ જ ગંભીર આક્ષેપો કર્યા છે.

You may also like...

Leave a Reply

%d bloggers like this: