RKant
A solo, offbeat and responsible blog run by Rkant, voted among the best bloggers in world.

અમદાવાદ સહીત સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ: ગોંડલમાં 4 કલાકમાં 5 ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા,અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી

થોડો સમય વિરામ લીધા બાદ ગુજરાતમાં ફરી ચોમાસું જામ્યું છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં ભારે વરસાદ ચાલુ થયો છે. ગઈકાલે શનિવારે બપોરે 12 થી 4 વાગ્યા સુધીમાં ગોંડલમાં 5 ઇંચ અને રાજકોટમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો, જેના કારણે બંને શહેરો માં અનેક જગ્યાએ પાણી ભરાયા હતા.

અમદાવાદમાં આખો દિવસ બફારા બાદ મોડી રાત્રે વરસાદ પડ્યો હતો. બોડકદેવ અને સાયન્સ સિટી વિસ્તારમાં સૌથી વધુ ૨ ઇંચ વરસાદ નોંધાયો હતો જેથી રસ્તાઓ પર પાણી બાહરી ગયા હતા. અમદાવાદીઓ વરસાદ ની રાહ જોઇને થાકી ગયા છે ત્યારે હવામાન વિભાગે આજે રવિવારે ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરી હતી, જેમાંથી પહેલા દિવસે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ગોંડલ જિલ્લામાં વાવાઝોડા સાથે ભારે વરસાદ પડ્યો હતો. માત્ર 4 કલાકમાં 5 ઇંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે શહેરના ઘણા ભાગોમાં પાણી ભરાયા હતા. જેના કારણે ટ્રાફિકજામ ના દર્શ્યો પણ સર્જાયા હતા.

મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે હથનુર ડેમમાંથી તાપી નદીમાં 1.30 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પાણી 24 કલાકમાં ઉકાઇ ડેમ પર પહોંચશે. ડેમના અધિકારીઓ એલર્ટ થઈ ગયા છે. ઉકાઇ ડેમની જળ સપાટી 315.09 ફૂટ ઉપર પહોંચી ગઈ છે.

You may also like...

Leave a Reply

%d bloggers like this: