RKant
A solo, offbeat and responsible blog run by Rkant, voted among the best bloggers in world.

છાતીમાં દુખાવો સિવાય આ અન્ય કારણોથી પણ હૃદય રોગ ની જાણકારી મળે છે…

હૃદય સંબંધિત રોગો દર વર્ષે સૌથી વધુ મૃત્યુનું કારણ બને છે. લોકો તેના સામાન્ય લક્ષણો પર ધ્યાન આપતા નથી અને બાદમાં તે જીવલેણ સ્વરૂપ ધારણ કરે છે. લોકોને 29 સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ હાર્ટ ડેની ઉજવણી કરવામાં આવે છે જેથી લોકોને હૃદય પ્રત્યે જાગૃત કરવામાં આવે.તમને હૃદય રોગના મુખ્ય લક્ષણો જણાવીએ..

છાતીમાં દુ-ખાવો થવો: ક્યારેક તમારા માતા-પિતા અને તમે છાતીના દુખાવાને ગેસ અથવા એસિડિટી તરીકે અવગણો છો. જો તમારા માતાપિતાને છાતીમાં દુખાવો અથવા દબાણ લાગે છે, તો તે હાર્ટ એટેકની નિશાની હોઈ શકે છે. આ સિવાય ધમનીમાં બ્લોકેજને કારણે છાતીમાં દુખાવો પણ થઈ શકે છે. આ લક્ષણોને અવગણશો નહીં અને તરત જ ડોકટરનો સંપર્ક કરો.

ગળામાં-જડબામાં દુખાવો થવો: જો તમને અથવા તમારા માતાપિતાને છાતીમાં દુખાવો થાય છે જે તેમના ગળા અને જડબામાં ફેલાય છે, તો તે હાર્ટ એટેકનું પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે.

વધુ પડતો પરસેવો: કોઈપણ વર્કઆઉટ અને કામ વગર વધુ પડતો પરસેવો હૃદયરોગની નિશાની હોઇ શકે છે. જ્યારે હૃદય લોહીને યોગ્ય રીતે પમ્પ કરવામાં અસમર્થ હોય ત્યારે કોઈ પણ કારણ વગર વધુ પડતો પરસેવો આવે છે. જો આ લક્ષણો દેખાય તો તરત ડોકટરનો સંપર્ક કરવો જોઈએ.

ચક્કર આવવા અને ધુંધળું દેખાવું પણ બ્લડ પ્રેશરની સમસ્યા હોઈ શકે છે. જો તમારા માતાપિતા આ સમસ્યાઓના લક્ષણો બતાવી રહ્યા છે, તો તરત જ ડોક્ટર પાસે જવું જોઈએ. લો બ્લડ પ્રેશર શરીરમાં લોહીનો પ્રવાહ ઘટાડે છે. તેના કારણે લોહીનો પ્રવાહ હૃદય સુધી યોગ્ય રીતે પહોંચતો નથી અને હાર્ટ એટેકનું જોખમ વધે છે.

ઉબકા પછી ઉલટી ત્વ્હી એ પણ હાર્ટ એટેકનું પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે. જો તમને અથવા તમારા માતા-પિતાને આવા લક્ષણો લાગે તો તરત જ ડોક્ટરની સલાહ લો. પગમાં સોજો, પગની ઘૂંટીઓમાં સોજો આવવાનું કારણ પણ હૃદયરોગ સાથે સંકળાયેલ હોઈ શકે છે. ઘણી વખત હૃદયમાં યોગ્ય રક્ત પરિભ્રમણના અભાવને કારણે, પગ, પગની ઘૂંટીઓ અને તળીયામાં સોજો આવે છે.

You may also like...

Leave a Reply

%d bloggers like this: